નાનપણમાં શેઠના બંગલે જે બે ભાઈઓ સાથે રમી હતી એમણે સવિતાને મોકલી રક્ષાબંધનની ભેટ.
કિશોરભાઇ મિસ્ત્રી..? રિક્ષામાં બેઠેલી વ્યક્તિએ પાનની દુકાનના ઓટલે ટોળે વળીને બેઠેલાઓ પૈકી એકને પૂછ્યું...
અહીંથી સીધા જઇને... ડાબા હાથે વળશો એટલે તરત એક ઘરની બહાર માંડવો બાંધેલો દેખાશે.
રિક્ષા એ દિશામાં આગળ વધી. આંગણે આવેલી રિક્ષાને જોઇ લગ્નના ઘરમાં થઇ રહેલી ચહલપહલ સ્હેજ અટકી... જિજ્ઞાસા, કુતૂહલ, શંકા જેવા મશિ્રભાવો આંજેલી અનેક નજર રિક્ષામાંથી ઊતરી રહેલી વ્યક્તિ પર પડી. એણે આમતેમ નજર દોડાવી નજીક ઊભેલા એકને પૂછ્યું... કિશોરભાઇ..?
પેલાએ ઘરમાં જોઇ બૂમ પાડી... કિશોરકાકા... ઓ... કિશોરકાકા... ચહેરા પર પ્રશ્નાર્થ લઇ બહાર આવેલા કિશોરકાકાએ અજાણી વ્યક્તિ સામે જોયું... અને કહ્યું... હા... બોલો... હું કિશોર...
પેલી વ્યક્તિએ પેન્ટના ખિસ્સામાંથી એક પેકેટ કાઢી કિશોરભાઈના હાથમાં મૂકતાં કહ્યું...નાના શેઠે મોકલ્યું છે... અમેરિકાથી... કલ્પિતભાઇએ... નામ સાંભળીને કિશોરભાઇના ચહેરા પરના ભાવ ક્ષણભર તો થીજી ગયા... જાણે સાચું ન લાગતું હોય એમ એણે ક્ષણેક તો આવેલી વ્યક્તિ તરફ જોયા કર્યું... એણે કિશોરભાઇનો હાથ રીતસરનો ખેંચી એની હથેળી ખુલ્લી કરી એના પર પેલું પેકેટ મૂકર્યું, ત્યારે જાણે કિશોરભાઇ તંદ્રામાંથી જાગ્યા... નાના... શેઠ... પણ... એમને... માંડ-માંડ બોલી રહેલા કિશોરભાઇને અટકાવી એણે કહ્યું... મોટા શેઠ રમણીકભાઇને તમારી કંકક્ષેત્રી મળી એટલે એમણે... કલ્પિતને... ફોન કરીને...
બાકીના શબ્દો જાણે કિશોરે સાંભળ્યા જ નહીં... બે સગા ભાઇઓ... રમણીક અને કલ્પિત... પોતાની નજર સામે ઉછરીને મોટા થયેલા... કિશોર... આમ તો સૌથી મોટા શેઠનો ડ્રાઇવર... પણ વર્ષોની વફાદારીએ એને બંગલામાં રહેતા કુટુંબનો એક સભ્ય જ બનાવી દીધો હતો... આખા કુટુંબને એના પર આંધળો વિશ્વાસ...આખેઆખા કુટુંબે ધંધો સમેટી લઇ કાયમ માટે અમેરિકા વસવાનો નિર્ણય લીધો ત્યાં સુધી કિશોર એ કુટુંબનો સાથી બની રહ્યો. મોટા શેઠના અકાળ અવસાન બાદ બન્ને ભાઇઓ વચ્ચે થયેલા મનદુ:ખ અને પછી રીતસરના કોર્ટ, કચેરી, પોલીસ કેસનાં ચક્કરોમાં પીડાતા, પીસાતા કુટુંબને જોઇને કિશોરને દુ:ખ થતું પણ એનાથી કોઇનો પક્ષ લઇ શકાય એમ નહોતો.
બન્ને ભાઇઓ વચ્ચે અંતર વધતું જ ગયું... મોટો ભાઇ રમણીક પોતાનો હિસ્સો લઇ અમેરિકા કાયમ માટે ચાલી ગયો તે દિવસે બન્ને ભાઇઓ વચ્ચેના સંબંધ પર જાણે પૂર્ણવિરામ મૂકાઇ ગયું... નાના શેઠ કલ્પિતના ડ્રાઇવર તરીકે એ કામ કરવા માંડ્યો... તક મળતી ત્યારે એ બન્ને ભાઇઓ વચ્ચે સમાધાન થાય એવી પોતાની લાગણી વ્યક્ત કરતો... વર્ષોથી કુટુંબના સભ્ય બની રહેલા અને ઉંમરમાં મોટા કિશોરની આમન્યા રાખી કલ્પિત એને સાંભળી લેતો... અને કહેતો... આપણે ક્યાં સંબંધ કાપ્યા છે... મોટાભાઇએ જ છેડો ફાડી નાખ્યો ને...
થોડાંક વર્ષો બાદ તો નાના કલ્પિતશેઠ પણ અમેરિકા ચાલ્યા ગયા. કિશોરે પોતાના સ્વજન ગુમાવ્યાના દુ:ખ સાથે ગુજરાન માટે બીજી નોકરી સ્વીકારી લીધી. વર્ષોનાં વહાણાં વાયાં. ક્યારેક પિતાની સાથે બંગલે જતી અને નાના હતા ત્યારે રમણીક-કલ્પિત સાથે રમતી કિશોરભાઇની દીકરી સવિતા પરણાવવા જેવડી થઇ ગઇ. સદ્નસીબે જ્ઞાતિના જ એક પ્રતિષ્ઠિત કુટુંબના દીકરા સાથે એનાં લગ્ન નક્કી થયાં. ટૂંકી આવક છતાં એકની એક લાડકોડથી ઉછેરેલી દીકરીને સાસરે વળાવવા કિશોરભાઇએ ધામધૂમથી તૈયારી શરૂ કરી...
વર્ષોથી જર્જરિત થઇ ગયેલી એક ડાયરીનાં પાનાં પર લખી રાખેલા રમણીક શેઠના સરનામા પર એણે સવિતાના લગ્નની કંકોતરી મોકલી... મોટા ભાગની જિંદગી જેમને ત્યાં નોકરી કરી એ કુટુંબને આમંત્રણ આપવાની શિષ્ટતા એ ચૂક્યો નહીં. કંકોતરી રવાના કરીને એ તો લગ્નના કામે લાગી ગયા...
કિશોર... કા...કા... રિક્ષામાં આવેલી વ્યક્તિએ એમના હાથને થપથપાવ્યો ત્યારે કિશોરભાઇ તંદ્રામાંથી જાગ્યા... મહેમાને કહ્યું... કલ્પિતભાઇએ મને ખાસ કહ્યું હતું... તું રૂબરૂ જઇને કિશોરકાકાને મળજે... બીજું કંઇ કામ હોય તો પૂછજે...
આટલા વર્ષોનાં વહાણાં વાયા બાદ પણ નાના શેઠ કેટલી લાગણી રાખે છે ? એ વિચારમાત્રથી કિશોરકાકા ગળગળા થઇ ગયા... એમણે કહ્યું... નાના... શેઠ તો... ભગવાનનો માણસ... બાકીના શબ્દો બહાર નીકળ્યા જ નહીં...
મહેમાનને વિદાય આપીને હજી તો નાના શેઠના આટલા બધાં વર્ષો બાદ આવેલા સંદેશાને હરખભેર વાગોળતાં કિશોરે પેકેટ ખોલ્યું તો એમાં... રોકડા રૂપિયાની મોટી થોકડી હતી... સાથે એક ચિઢ્ઢી હતી... પૂ. કાકા... નાના હતા ત્યારે જેની સાથે રમ્યા હતા એ સવલી આટલી મોટી થઇ ગઇ ? સાચું કહું... કાકા... એ ભાઇ... કહીને મને બૂમ પાડતી ત્યારે સાચે જ મને લાગતું કે ભગવાને મને સવલીરૂપે બહેન જ આપી છે... ને...?
આટલાં વર્ષો સુધી ખબર નથી લઇ શક્યો... માફ કરજો... અને આ સિવાય પણ કંઇ જરૂર હોય તો આ સાથે મારું અમેરિકાનું સરનામું અને ફોન નંબર છે... મને તરત જણાવશો... સવલીને અમારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ... કદાચ આવવાનું થાય એમ છે... ત્યારે જરૂર આપને મળવા આવીશ... તબિયત સાચવશો...
અને... હા.. કાકા... તમારી લાગણી હતી ને કે અમે બે ભાઇઓ વચ્ચે સમાધાન થઇ જાય...? તમને ખબર છે?સવિતાના લગ્નની કંકોતરીમાં તમે અમારા બન્નેનાં નામો લખ્યાં હતાં... મોટા ભાઇએ મને ગઇ કાલે સામેથી ફોન કર્યો અને બાર-બાર વર્ષના અબોલા તોડતાં કહ્યું... કિશોરકાકાના ઘરે પ્રસંગ છે અને તારી કંકોતરી મારા સરનામે આવી હોય તો મારી ફરજ છે તને જાણ કરું... એટલે ફોન કર્યો છે...
કાકા... મોટાભાઇ બોલતાં બોલતાં ગળગળા થઇ ગયા... અને કહે... જે થયું એ ભૂલી જા... કદાચ... સવલીના લગ્નની કિશોરકાકાએ મોકલેલી કંકોતરી નિમિત્તે જ ભગવાને આપણને ફરી ભેગા કરવાનું વિચાર્યું છે... સવલી તો આપણી બહેન જેવી છે... એના પ્રસંગે ભલે હાજર નહીં રહીએ પણ આપણા વચ્ચેની કડવાશ મીટાવીએ તો એ પણ એના માટે અને કિશોરકાકા માટે મોટી ભેટ ગણાશે...
કાકા... તમારી ઇચ્છા પૂરી થઇ છે... અને હા... મોટા ભાઇ તો ત્યાં રૂબરૂ આવવા અહીંથી નીકળી ગયા છે... આમ પણ એ બે-ત્રણ મિટિંગ માટે આવવાના જ હતા... એટલે મને કહે... હું તો રૂબરૂ જઇને કિશોરકાકાને ત્યાં મોહનથાળના ચકતાં ઝાપટીશ...
કાકા... ખુશ... ને...?
લિ... આપનો નાનો શેઠ કલ્પિત...
ચિઠ્ઠી વાંચતાં... વાંચતાં કિશોરકાકાની આંખો ભીની થઇ ગઇ... કલ્પિત શેઠનું સરનામું નહીં હોવાને કારણે રમણીક શેઠને મોકલેલી કંકોતરીએ બે ભાઇઓ વચ્ચે સમાધાન કરાવ્યું એનાથી મોટી સવિતા માટે પણ રક્ષાબંધનની ભેટ બીજી કઇ હોઇ શકે...?

Really Nice and Heart-touching story!!
ReplyDelete- Kalpesh