- આ જગતમાંથી હું એક જ વાર પસાર થવાનો છું. તેથી, જો હું કશી મમતા બતાવી શકું તેમ હોઉં, કે કોઈ સારું કામ કરી શકું તેમ હોઉં તો લાવ, અત્યારે જ તે કરી લઉં; કારણ કે હું અહીંથી ફરી નીકળવાનો નથી.
- આ પૃથ્વી વડવાઓ આપણે માટે મૂકતા નથી ગયા, પણ આપણાં સંતાનો પાસેથી તે આપણે ઉછીની લીધેલી છે – એમ સમજીને એની સંપત્તિનો ઉપયોગ કરજો.
- આપણી પાસે કેટલું છે તેમાં નહીં, પણ આપણે કેટલું માણી શકીએ છીએ તેમાં સુખ સમાયેલું છે.
- કટાઈ જવું તેના કરતાં તો બહેતર છે ઘસાઈ જવું.
- કેળવણી એટલે આપણો મિજાજ કે આત્મવિશ્વાસ ખોયા વિના લગભગ હરકોઈ વાત સાંભળવાની શક્તિ.
- કોઈક દિવસ જે ધ્યેયનો પરાજય થવાનો છે તેમાં આજે વિજય મેળવવા કરતાં, કોઈક દિવસ જેની ફતેહ થવાની છે તેવા ધ્યેય કાજે અત્યારે હારવાનું હું પસંદ કરું.
- જિંદગીની આ બે સ્થિતિ સૌથી વધુ કરુણ છે: માતા વિનાનું ઘર અને ઘર વિનાની માતા.
- તમારા મિત્રોની ટીકા કરવામાં તમે દર્દ અનુભવતા હો, તો એ ટીકા કરવામાં વાંધો નથી; પણ જો એમાં તમને લેશ પણ લિજ્જત આવતી હોય, તો પછી તે ઘડી તમારું મોં બંધ રાખવાની સમજજો.
- તમે ખોટા પાત્રને પરણ્યા હો તો તરત તમને તેની ખબર પડી જાય છે; સાચા પાત્રને પરણ્યા હો તો જીવનભર ખબર જ નથી પડતી.
- દરેક સુથાર જાણે છે કે કરવત મૂકવા અંગેનો સોનેરી નિયમ એ છે કે, બે વાર માપીને એક વાર વેરવું. બોલવા અંગેનો સોનેરી નિયમ પણ એ જ છે.
- સ્ત્રીજીવનનો આ મહિમા છે કે નાનામાં નાની વાતને પણ એ પ્રેમ વડે મહાન બનાવી શકે છે.
- બધા માણસોને સત્ય બોલતાં શીખવવું હોય તો સાથોસાથ બધાએ સત્ય સાંભળતાં પણ શીખવું પડશે.
- બીજાઓથી ન થઈ શકે તે કરવું, એનું નામ આવડત. આવડતથી જે ન થઈ શકે તે કરવું, એનું નામ પ્રતિભા.
- વાદવિવાદમાં છેલ્લો હરફ જો તમારે જ ઉચ્ચારવો હોય તો આટલું બોલવાની કોશિશ કરજો : ‘મને લાગે છે કે તમારી વાત સાચી છે.’
- શિક્ષણે એવો એક વિરાટ લોકસમૂહ પેદા કર્યો છે જે વાંચી શકે છે, પણ શું વાંચવા જેવું છે તેનો વિવેક કરી શકતો નથી.
- હિંમત એનું નામ કે માણસ ઊભો થઈને પોતાની વાત સંભળાવી દે; હિંમત એનું પણ નામ કે માણસ બેસીને બીજાની વાત સાંભળે.
- જીવનભર અમને એક શબ્દ સાંભળવાની તરસ રહશે, અમને અમારા હોવાની ઉણપ રહશે. કિસ્મતમાં કઈક એવુ પણ હોય છે,જે મેળવવા માટે હોતુ જ નથી.
- સબંધો ના તાંતણા કાચા હોય છે, વધારે ખેચશો નહી ટુટી જશે, લાગશે ધાવ હ્રદયને એવા, દરીયો આંખોથી છલકાઇ જશે,
રુઝાશે નહી એ ઘાવ લાગેલો, જીંન્દગી યાદોમા વીખાઇ જશે.
- જ્યારે કોઇ વિચાર હ્ર્દયથી ભટકાય છે, દિલ ન ઇચ્છા હોવા છતા ચુપચાપ રહે છે,
કોઇ બધુ કહી ને પ્રેમ દેખાડે છે, તો કોઇ ચુપ રહીને પ્રેમ કરતા રહે છે.
- કારણવિના કોઇને કંઇ મળાતુ નથી, સગપણ સંબધના નામ વગર રખાતા નથી,
સમજવા છે સમજી લો સમય દરમીયાન, સંકોચનેમૂઝવણમા વેડફેલો સમય પાછો આવતો નથી.
- અમુક ક્ષણો અમુક અહેસાસ ભુસી શકાતા નથી, અમુક મીઠી મીઠી પલ ભુલી શકાતી નથી, અમુક નજરો પોતે જ કહી જતી હોય છે, અમુક વાતો સંભળાવી શકાતી નથી .
- એજ વિશ્વાસથી કુદી પડેલો આ જગ-દરિયામા…
કે તુ મને બચાવી લઇશ,
હવે આનાથી વધારે પરિક્ષા મારી તુ શું લઇશ BHAGWAN.?
- છુ હુ એક નાદાન નથી પડતી કોઇ ખબર મને, તો કેમ હજી દર્શન ન આપી હેરાન કરો મને
માન્યુ કે વાત નથી કરવી મારી સાથે, પણ સ્વપ્નમા તો એકવાર આવી સતાવો મને.
- આજ નો રંક કાલે રાજા થાય છે,
નાથીયો પણ જુઓ નાથાલાલ થાય છે,
સમજદાર માટે એક ઇશારો ધણો છે,
અહીંનો હીસાબ અહીંયા જ થાય છે…
- ન ગમતી રીત ,તરકીબ ,કરનારનો આંનદ માણવો ગમે છે,
દુશ્મનો સાથે પણ દોસ્તી નીભાવી જાણે, તે દોસ્ત ગમે છે,
નથી રહ્યુ કંઇ આપવા જેવુ આ જગમા કોઇને,
દોસ્તીમા દોસ્તો પાસે તો બધુ લુટાય જવુ ગમે છે…..
- કળીથી ફુલ બની ગયા અમે, ડાળથી પોતાની તુટી ગયા અમે, મહેકતા રહ્યા બીજાઓ માટે અમે, પણ પોતાનાઓથી અલગ થઈ ગયા અમે.
- રડવા યા હસવાથી જગતમા કંઇ નથી થતુ,
સમયની બલિહારી ને સમજવાથી કંઇ નથી થતુ,
ઘાવ પર મલ્હમ લગાડવાથી કંઇ નથી થતુ,
શરદની રાત્રીમા નીસાસા નાખવાથી કંઇ નથી થતુ,
કરનાર કરાવનારને ધન્યવાદ આપ્યા વગર કંઇ નથી થતુ.
- અંદર જરા નજર કરી તે મળી ગયા,
હર્શમા જ આંખોને આંસુ મળી ગયા, જેણે બોલાવ્યા પ્રેમથી તેના થઈ ગયા,રાધાના તો હતા જ મીરાના પણ થઈ ગયા…!
- માનવીનાં રે જીવન !
ઘડી અષાઢ ને ઘડીક ફાગણ,
એક સનાતન શ્રાવણ!
- દરિયાના મોજાં કંઇ રેતીને પૂછે, ‘તને ભીંજાવું ગમશે કે કેમ?’ ;
એમ પૂછીને થાય નહીં પ્રેમ.
- રણમાં ફર્યા કરવાનું પરિણામ જોઇ લ્યો,
આખર પડી ગયા અમે મૃગજળના પ્યારમાં.
- તકદીર મા નથી તે વાત માગી છે,
જે મળવાના નથી તેમની મુલાકાત માગી છે.
પ્રેમ ની દુનીયા ને ભલે પાગલ કહેતા લોકો,
મે તો સુરજ પાસે પણ રાત માગી છે.
- સાગર છું હું, સરિતા ને સમાવિ જાણુ,
કૈય ખરાબ ના રાખુ મારામાં હું, બધુ જ કિનારે લાવુ,
લોક મને બદનામ કરે કે ખાર ર્હિદયમાં રાખુ છુ,
પણ કોણ પુછે છે સરિતા ને કે કેટ્લો પ્યાર હુ રાખુ છુ.
- જે બોલે છે એ જાણતો નથી અને જે જાણે છે એ બોલતો નથી.
- પ્રેમ કોઈ વેડફી નાખવાની વસ્તુ નથી; દુનિયામાં લાખો લોકો એ પ્રેમને વેડફી નાખે છે જેનાથી કરોડો લોકોને જીવાડી શકાય.
- જો તમે કોઈને પ્રેમ કરતાં હો તો બીજા કશાની જરૂર નથી, પરંતુ જો તમે પ્રેમ ના કરતા હો તો બીજું જે પણ તમારી પાસે હોય એનો કોઈ મતલબ નથી.
- સ્વપ્ન ! આંખો બંધ કર્યા વિના ક્યારેય આવે નહીં ! અને સત્ય ! આંખો ખોલ્યા વિના ક્યારેય લાધે નહીં !
- જગતમાં મોટામાં મોટી મુશ્કેલી એ છે કે મૂર્ખ લોકોનો આત્મવિશ્વાસ કદી પણ ડગતો નથી અને બુદ્ધિશાળી લોકો પોતાના સંદેહો કદી છોડતા નથી .
- સુખ તો વસ્તુમાં નહીં પણ આપણી અંદર જ છે પણ આપણે કસ્તુરી મૃગની માફક બહાર શોધવા મથીએ છીએ.
જો દુનિયામાં દુઃખ ન હોય તો સુખની કોઇ કિંમત ખરી? કહેવત છે ને કે સુખંમાં સોની સાંભરે અને દુઃખમાં ભગવાન. તેથી દુઃખ તો આપણને ભગવાન તરફ વળવા માટેનું પ્રેરક બળ પુરું પાડે છે તેનું આ વાર્તા પ્રતિપાદન કરે છે.
- આપણે આ સૃષ્ટિના જનરલ મેનેજર નથી તેનું ધ્યાન રાખવાનું કામ ઈશ્વરનું છે એટલે તેની ચિંતા તેને કરવા દો.
- વાદ-વિવાદ કરવાથી કોઇને કંઇ મળતું નથી. વિવાદમાં એ જ જીતે છે, જે વિવાદમાં પડતાં નથી...!
- જીવન વનમાં બે રસ્તા ફંટાતા હતા…આમાંનો એક માર્ગ સાચો અને બીજો ખોટો એવું નથી.
પહેલો રસ્તો નિર્ધાર કરીને, શિસ્ત પાળીને,મક્કમતાપૂર્વક લક્ષ્ય સદ્ધિ કરીને સુખ મેળવવું,
બીજો રસ્તો કોઈ નિર્ધાર નહીં,કોઈ ભાર નહીં.
- એક બાજુથી એમ કહેવાય છે કે પ્રકૃતિ અને પ્રાણ સાથે જાય છે એટલે કે મૂળભૂત માણસ કદીય બદલાતો નથી અને બીજી બાજુ એ પણ હકીકત છે કે માણસ જો પોતાના કૅમેરાનો એંગલ બદલે, એને ક્યાંક હકારાત્મક વલણ પર સ્થિર કરે તો એ ધારેલું, સુધારેલું પરિણામ અવશ્ય લાવી શકે.
- જીવન એટલે આપણા અસ્તિત્વની અસ્મિતા. ચૈતન્યના ખળભળતા સાગરમાં સંવેદના અને ભાવનાના ઉછળતા મોજાઓ. પ્રતિ પળ ઉદ્દઘાટિત થતાં અવનવા વિસ્મયોનો સાક્ષાત્કાર. રવીન્દ્રનાથ ટાગોરે આવા જ અર્થમાં કહ્યું હતું – ‘That I exist is a perpectual surprise which is life’ – ‘હું અસ્તિત્વ ધરાવું છું તે એક નિરંતર આશ્ચર્ય છે અને તે જ મારું જીવન છે.’ જિંદગી તો જાદુગરણી છે. તે પળે પળને નવા રૂપ-રંગે બદલતી રહે છે.
- જીવન, રંગબેરંગી કાચના ગુંબજની જેમ અનંત કાળના શ્વેત પ્રકાશને રંગી દે છે !’‘Life like a dome of many coloured glass, stains the white radiance of eternity – !
- જિંદગી હંમેશા પરિવર્તનના ઘોડા પર સવાર રહે છે. એટલે જ એને પરિવર્તનનો પર્યાય કહેવાય છે.
- જીવન આત્મ-પુનર્પરિવર્તનનો સિદ્ધાંત છે. તે સતત અભિનવ થતું રહે છે, પરિવર્તન પામતું રહીને નિત્ય નૌતમ રૂપ ધારણ કર્યા જ કરે છે.’‘Life is the principle of self-renewal, it is constantly renewing and remaking and changing and transfiguring itself – !
- ‘All is flux, nothing stays still – બધું જ પરિવર્તનશીલ છે, કશું પણ સ્થિર રહેતું નથી.’ જીવનની પળો એટલી ચંચળ છે કે તે પકડવાનો પ્રયત્ન કરવા જતાં જ છટકી જાય છે.
- સાચી જિંદગી જીવવા માણસ માટે એ જરૂરી છે કે તે દરેક ક્રિયા દિલ દઈને કરે ! જે કરવું છે તેમાં ‘ડૂબી જવું’ને જે મેળવવું છે તે માટે ‘મરી ફીટવું’ એ જ જીવન પુષ્પને પૂરબહારમાં ખિલવવાનું સૂત્ર છે.
- દરેક માનવીને યોગ્ય જિંદગી તો પ્રાપ્ત થાય છે, પણ દરેક જિંદગીને યોગ્ય માનવી પ્રાપ્ત થાય છે ખરો ?
- સાચવવા પડે એ સંબંધો કદી સાચા નથી હોતા, અને જો સંબંધો સાચા હોય તો એને સાચવવા નથી પડતા..
- માણસ નથી બદલાતા ખાલી તેમના અભિગમ વ્યવહાર બદલાય છે...
- જીવન માં ફક્ત એક સારી વ્યક્તિ નો સાથ હોય તો આખી જિંદગી જીવી શકાય છે, પણ ક્યારેક ફક્ત એ એક સારી વ્યક્તિ ની શોધ માં આખી જિંદગી વીતી જાય છે.
- દરેક માણસ પાસે એક એવું મોટું કબ્રસ્તાન હોવું જોઇએ, કે જેમાં એ પોતાના મિત્રોના દોષો દફનાવી શકે મિત્ર એ એવી વ્યક્તિ છે કે જે તમારા હ્દય મા ગુંજ્તા ગીત ને જાણે છે , અને એ જ ગીત ને યાદ કરાવે છે જ્યારે તમે ગીત ના શબ્દો ભુલી જાઓ છો.
- હે દયાળુ ! કાં તો મારો બોજ હળવો કરજે,
ને કાં તો મારો બરડો મજબૂત બનાવજે.
Monday, December 28, 2009
Gujarati Quotes.
Subscribe to:
Post Comments (Atom)
આ તમારા વિચારો છે? અદ્ભુત!
ReplyDelete