Monday, December 28, 2009

Gujarati Quotes.

  1. આ જગતમાંથી હું એક જ વાર પસાર થવાનો છું. તેથી, જો હું કશી મમતા બતાવી શકું તેમ હોઉં, કે કોઈ સારું કામ કરી શકું તેમ હોઉં તો લાવ, અત્યારે જ તે કરી લઉં; કારણ કે હું અહીંથી ફરી નીકળવાનો નથી.
  2. આ પૃથ્વી વડવાઓ આપણે માટે મૂકતા નથી ગયા, પણ આપણાં સંતાનો પાસેથી તે આપણે ઉછીની લીધેલી છે – એમ સમજીને એની સંપત્તિનો ઉપયોગ કરજો.
  3. આપણી પાસે કેટલું છે તેમાં નહીં, પણ આપણે કેટલું માણી શકીએ છીએ તેમાં સુખ સમાયેલું છે.
  4. કટાઈ જવું તેના કરતાં તો બહેતર છે ઘસાઈ જવું.
  5. કેળવણી એટલે આપણો મિજાજ કે આત્મવિશ્વાસ ખોયા વિના લગભગ હરકોઈ વાત સાંભળવાની શક્તિ.
  6. કોઈક દિવસ જે ધ્યેયનો પરાજય થવાનો છે તેમાં આજે વિજય મેળવવા કરતાં, કોઈક દિવસ જેની ફતેહ થવાની છે તેવા ધ્યેય કાજે અત્યારે હારવાનું હું પસંદ કરું.
  7. જિંદગીની આ બે સ્થિતિ સૌથી વધુ કરુણ છે: માતા વિનાનું ઘર અને ઘર વિનાની માતા.
  8. તમારા મિત્રોની ટીકા કરવામાં તમે દર્દ અનુભવતા હો, તો એ ટીકા કરવામાં વાંધો નથી; પણ જો એમાં તમને લેશ પણ લિજ્જત આવતી હોય, તો પછી તે ઘડી તમારું મોં બંધ રાખવાની સમજજો.
  9. તમે ખોટા પાત્રને પરણ્યા હો તો તરત તમને તેની ખબર પડી જાય છે; સાચા પાત્રને પરણ્યા હો તો જીવનભર ખબર જ નથી પડતી.
  10. દરેક સુથાર જાણે છે કે કરવત મૂકવા અંગેનો સોનેરી નિયમ એ છે કે, બે વાર માપીને એક વાર વેરવું. બોલવા અંગેનો સોનેરી નિયમ પણ એ જ છે.
  11. સ્ત્રીજીવનનો આ મહિમા છે કે નાનામાં નાની વાતને પણ એ પ્રેમ વડે મહાન બનાવી શકે છે.
  12. બધા માણસોને સત્ય બોલતાં શીખવવું હોય તો સાથોસાથ બધાએ સત્ય સાંભળતાં પણ શીખવું પડશે.
  13. બીજાઓથી ન થઈ શકે તે કરવું, એનું નામ આવડત. આવડતથી જે ન થઈ શકે તે કરવું, એનું નામ પ્રતિભા.
  14. વાદવિવાદમાં છેલ્લો હરફ જો તમારે જ ઉચ્ચારવો હોય તો આટલું બોલવાની કોશિશ કરજો : ‘મને લાગે છે કે તમારી વાત સાચી છે.’
  15. શિક્ષણે એવો એક વિરાટ લોકસમૂહ પેદા કર્યો છે જે વાંચી શકે છે, પણ શું વાંચવા જેવું છે તેનો વિવેક કરી શકતો નથી.
  16. હિંમત એનું નામ કે માણસ ઊભો થઈને પોતાની વાત સંભળાવી દે; હિંમત એનું પણ નામ કે માણસ બેસીને બીજાની વાત સાંભળે.
  17. જીવનભર અમને એક શબ્દ સાંભળવાની તરસ રહશે, અમને અમારા હોવાની ઉણપ રહશે. કિસ્મતમાં કઈક એવુ પણ હોય છે,જે મેળવવા માટે હોતુ જ નથી.
  18. સબંધો ના તાંતણા કાચા હોય છે, વધારે ખેચશો નહી ટુટી જશે, લાગશે ધાવ હ્રદયને એવા, દરીયો આંખોથી છલકાઇ જશે,
    રુઝાશે નહી એ ઘાવ લાગેલો, જીંન્દગી યાદોમા વીખાઇ જશે.
  19. જ્યારે કોઇ વિચાર હ્ર્દયથી ભટકાય છે, દિલ ન ઇચ્છા હોવા છતા ચુપચાપ રહે છે,
    કોઇ બધુ કહી ને પ્રેમ દેખાડે છે, તો કોઇ ચુપ રહીને પ્રેમ કરતા રહે છે.
  20. કારણવિના કોઇને કંઇ મળાતુ નથી, સગપણ સંબધના નામ વગર રખાતા નથી,
    સમજવા છે સમજી લો સમય દરમીયાન, સંકોચનેમૂઝવણમા વેડફેલો સમય પાછો આવતો નથી.
  21. અમુક ક્ષણો અમુક અહેસાસ ભુસી શકાતા નથી, અમુક મીઠી મીઠી પલ ભુલી શકાતી નથી, અમુક નજરો પોતે જ કહી જતી હોય છે, અમુક વાતો સંભળાવી શકાતી નથી .
  22. એજ વિશ્વાસથી કુદી પડેલો આ જગ-દરિયામા…
    કે તુ મને બચાવી લઇશ,
    હવે આનાથી વધારે પરિક્ષા મારી તુ શું લઇશ BHAGWAN.?
  23. છુ હુ એક નાદાન નથી પડતી કોઇ ખબર મને, તો કેમ હજી દર્શન ન આપી હેરાન કરો મને
    માન્યુ કે વાત નથી કરવી મારી સાથે, પણ સ્વપ્નમા તો એકવાર આવી સતાવો મને.
  24. આજ નો રંક કાલે રાજા થાય છે,
    નાથીયો પણ જુઓ નાથાલાલ થાય છે,
    સમજદાર માટે એક ઇશારો ધણો છે,
    અહીંનો હીસાબ અહીંયા જ થાય છે…
  25. ન ગમતી રીત ,તરકીબ ,કરનારનો આંનદ માણવો ગમે છે,
    દુશ્મનો સાથે પણ દોસ્તી નીભાવી જાણે, તે દોસ્ત ગમે છે,
    નથી રહ્યુ કંઇ આપવા જેવુ આ જગમા કોઇને,
    દોસ્તીમા દોસ્તો પાસે તો બધુ લુટાય જવુ ગમે છે…..
  26. કળીથી ફુલ બની ગયા અમે, ડાળથી પોતાની તુટી ગયા અમે, મહેકતા રહ્યા બીજાઓ માટે અમે, પણ પોતાનાઓથી અલગ થઈ ગયા અમે.
  27. રડવા યા હસવાથી જગતમા કંઇ નથી થતુ,
    સમયની બલિહારી ને સમજવાથી કંઇ નથી થતુ,
    ઘાવ પર મલ્હમ લગાડવાથી કંઇ નથી થતુ,
    શરદની રાત્રીમા નીસાસા નાખવાથી કંઇ નથી થતુ,
    કરનાર કરાવનારને ધન્યવાદ આપ્યા વગર કંઇ નથી થતુ.
  28. અંદર જરા નજર કરી તે મળી ગયા,
    હર્શમા જ આંખોને આંસુ મળી ગયા, જેણે બોલાવ્યા પ્રેમથી તેના થઈ ગયા,રાધાના તો હતા જ મીરાના પણ થઈ ગયા…!
  29. માનવીનાં રે જીવન !
    ઘડી અષાઢ ને ઘડીક ફાગણ,
    એક સનાતન શ્રાવણ!
  30. દરિયાના મોજાં કંઇ રેતીને પૂછે, ‘તને ભીંજાવું ગમશે કે કેમ?’ ;
    એમ પૂછીને થાય નહીં પ્રેમ.
  31. રણમાં ફર્યા કરવાનું પરિણામ જોઇ લ્યો,
    આખર પડી ગયા અમે મૃગજળના પ્યારમાં.
  32. તકદીર મા નથી તે વાત માગી છે,
    જે મળવાના નથી તેમની મુલાકાત માગી છે.
    પ્રેમ ની દુનીયા ને ભલે પાગલ કહેતા લોકો,
    મે તો સુરજ પાસે પણ રાત માગી છે.
  33. સાગર છું હું, સરિતા ને સમાવિ જાણુ,
    કૈય ખરાબ ના રાખુ મારામાં હું, બધુ જ કિનારે લાવુ,
    લોક મને બદનામ કરે કે ખાર ર્હિદયમાં રાખુ છુ,
    પણ કોણ પુછે છે સરિતા ને કે કેટ્લો પ્યાર હુ રાખુ છુ.
  34. જે બોલે છે એ જાણતો નથી અને જે જાણે છે એ બોલતો નથી. 
  35. પ્રેમ કોઈ વેડફી નાખવાની વસ્તુ નથી; દુનિયામાં લાખો લોકો એ પ્રેમને વેડફી નાખે છે જેનાથી કરોડો લોકોને જીવાડી શકાય.
  36. જો તમે કોઈને પ્રેમ કરતાં હો તો બીજા કશાની જરૂર નથી, પરંતુ જો તમે પ્રેમ ના કરતા હો તો બીજું જે પણ તમારી પાસે હોય એનો કોઈ મતલબ નથી. 
  37. સ્વપ્ન ! આંખો બંધ કર્યા વિના ક્યારેય આવે નહીં ! અને સત્ય ! આંખો ખોલ્યા વિના ક્યારેય લાધે નહીં ! 
  38. જગતમાં મોટામાં મોટી મુશ્કેલી એ છે કે મૂર્ખ લોકોનો આત્મવિશ્વાસ કદી પણ ડગતો નથી અને બુદ્ધિશાળી લોકો પોતાના સંદેહો કદી છોડતા નથી .
  39. સુખ તો વસ્તુમાં નહીં પણ આપણી અંદર જ છે પણ આપણે કસ્તુરી મૃગની માફક બહાર શોધવા મથીએ છીએ.

    જો દુનિયામાં દુઃખ ન હોય તો સુખની કોઇ કિંમત ખરી? કહેવત છે ને કે સુખંમાં સોની સાંભરે અને દુઃખમાં ભગવાન. તેથી દુઃખ તો આપણને ભગવાન તરફ વળવા માટેનું પ્રેરક બળ પુરું પાડે છે તેનું આ વાર્તા પ્રતિપાદન કરે છે.  
  40. આપણે આ સૃષ્ટિના જનરલ મેનેજર નથી તેનું ધ્યાન રાખવાનું કામ ઈશ્વરનું છે એટલે તેની ચિંતા તેને કરવા દો.
  41. વાદ-વિવાદ કરવાથી કોઇને કંઇ મળતું નથી. વિવાદમાં એ જ જીતે છે, જે વિવાદમાં પડતાં નથી...!
  42. જીવન વનમાં બે રસ્તા ફંટાતા હતા…આમાંનો એક માર્ગ સાચો અને બીજો ખોટો એવું નથી.
    પહેલો રસ્તો નિર્ધાર કરીને, શિસ્ત પાળીને,મક્કમતાપૂર્વક લક્ષ્ય સદ્ધિ કરીને સુખ મેળવવું,
    બીજો રસ્તો કોઈ નિર્ધાર નહીં,કોઈ ભાર નહીં.
  43. એક બાજુથી એમ કહેવાય છે કે પ્રકૃતિ અને પ્રાણ સાથે જાય છે એટલે કે મૂળભૂત માણસ કદીય બદલાતો નથી અને બીજી બાજુ એ પણ હકીકત છે કે માણસ જો પોતાના કૅમેરાનો એંગલ બદલે, એને ક્યાંક હકારાત્મક વલણ પર સ્થિર કરે તો એ ધારેલું, સુધારેલું પરિણામ અવશ્ય લાવી શકે.
  44. જીવન એટલે આપણા અસ્તિત્વની અસ્મિતા. ચૈતન્યના ખળભળતા સાગરમાં સંવેદના અને ભાવનાના ઉછળતા મોજાઓ. પ્રતિ પળ ઉદ્દઘાટિત થતાં અવનવા વિસ્મયોનો સાક્ષાત્કાર. રવીન્દ્રનાથ ટાગોરે આવા જ અર્થમાં કહ્યું હતું – ‘That I exist is a perpectual surprise which is life’ – ‘હું અસ્તિત્વ ધરાવું છું તે એક નિરંતર આશ્ચર્ય છે અને તે જ મારું જીવન છે.’ જિંદગી તો જાદુગરણી છે. તે પળે પળને નવા રૂપ-રંગે બદલતી રહે છે.
  45. જીવન, રંગબેરંગી કાચના ગુંબજની જેમ અનંત કાળના શ્વેત પ્રકાશને રંગી દે છે !’‘Life like a dome of many coloured glass, stains the white radiance of eternity – !
  46. જિંદગી હંમેશા પરિવર્તનના ઘોડા પર સવાર રહે છે. એટલે જ એને પરિવર્તનનો પર્યાય કહેવાય છે.
  47. જીવન આત્મ-પુનર્પરિવર્તનનો સિદ્ધાંત છે. તે સતત અભિનવ થતું રહે છે, પરિવર્તન પામતું રહીને નિત્ય નૌતમ રૂપ ધારણ કર્યા જ કરે છે.’‘Life is the principle of self-renewal, it is constantly renewing and remaking and changing and transfiguring itself – !
  48. ‘All is flux, nothing stays still – બધું જ પરિવર્તનશીલ છે, કશું પણ સ્થિર રહેતું નથી.’ જીવનની પળો એટલી ચંચળ છે કે તે પકડવાનો પ્રયત્ન કરવા જતાં જ છટકી જાય છે.
  49. સાચી જિંદગી જીવવા માણસ માટે એ જરૂરી છે કે તે દરેક ક્રિયા દિલ દઈને કરે ! જે કરવું છે તેમાં ‘ડૂબી જવું’ને જે મેળવવું છે તે માટે ‘મરી ફીટવું’ એ જ જીવન પુષ્પને પૂરબહારમાં ખિલવવાનું સૂત્ર છે.
  50. દરેક માનવીને યોગ્ય જિંદગી તો પ્રાપ્ત થાય છે, પણ દરેક જિંદગીને યોગ્ય માનવી પ્રાપ્ત થાય છે ખરો ?
  51. સાચવવા પડે એ સંબંધો કદી સાચા નથી હોતા, અને જો સંબંધો સાચા હોય તો એને સાચવવા નથી પડતા.. 
  52. માણસ નથી બદલાતા ખાલી તેમના અભિગમ વ્યવહાર બદલાય છે...
  53. જીવન માં ફક્ત એક સારી વ્યક્તિ નો સાથ હોય તો આખી જિંદગી જીવી શકાય છે, પણ ક્યારેક ફક્ત એ એક સારી વ્યક્તિ ની શોધ માં આખી જિંદગી વીતી જાય છે.
  54. દરેક માણસ પાસે એક એવું મોટું કબ્રસ્તાન હોવું જોઇએ, કે જેમાં એ પોતાના મિત્રોના દોષો દફનાવી શકે મિત્ર એ એવી વ્યક્તિ છે કે જે તમારા હ્દય મા ગુંજ્તા ગીત ને જાણે છે , અને એ જ ગીત ને યાદ કરાવે છે જ્યારે તમે ગીત ના શબ્દો ભુલી જાઓ છો.
  55. હે દયાળુ ! કાં તો મારો બોજ હળવો કરજે,
    ને કાં તો મારો બરડો મજબૂત બનાવજે.

Friday, December 25, 2009

અતિ ખરાબ પણ અંતિમ હોતું નથી..




મૃત્યુના મસ્તીભર્યા ગીતો સુણાવી જાય છે,

જિંદગી પણ કયારેક ગેલમાં આવી જાય છે.

એક ધનવાન માણસ હતો. દરિયામાં એકલા ફરવા તેણે બોટ વસાવી હતી. રજાના દિવસે તે પોતાની બોટમાં દરિયો ખુંદવા નીકળ્યો. મધદરિયે પહોંચ્યો ત્યાં દરિયામાં તોફાન આવ્યું. બોટ ડૂબવા લાગી. બોટ બચવાની કોઇ શકયતા ન લાગી ત્યારે એણે લાઇફ જેકેટ પહેરીને દરિયામાં પડતું મૂકયું. બોટ ડૂબી ગઇ.તોફાન પણ શાંત થઇ ગયું.તરતો તરતો એ માણસ એક ટાપુ પર પહોંચી ગયો. ટાપુ ઉપર કોઇ જ ન હતું. ટાપુના ફરતે ચારે તરફ ઘૂઘવતા દરિયા સિવાય કંઇ જ નજરે પડતું ન હતું. એ માણસે વિચાર્યું કે મેં તો મારી આખી જિંદગીમાં કોઇનું કંઇ બૂરું કર્યું નથી તો પછી મારી હાલત આવી શા માટે થઇ? તેના મને જ જવાબ આપ્યો કે જે ઇશ્વરે તોફાની દરિયાથી તેને બચાવ્યો છે એ જ ઇશ્વર કંઇક રસ્તો કાઢી આપશે.દિવસો પસાર થવા લાગ્યા. ટાપુ પર ઉગેલા ઝાડ-પાન ખાઇને એ માણસ દિવસો પસાર કરતો હતો. થોડા દિવસમાં તેની હાલત બાવા જેવી થઇ ગઇ. ધીમે ધીમે તેની શ્રદ્ધા તૂટવા લાગી. ઇશ્વરના અસ્તિત્વ સામે પણ તેને સવાલો થવા લાગ્યા. ભગવાન જેવું કંઇ છે જ નહીં, બાકી મારી હાલત આવી ન થાય.ટાપુ ઉપર કેટલાં દિવસો કાઢવાના છે એ તેને સમજાતું ન હતું. તેને થયું કે લાવ નાનકડું ઝૂંપડું બનાવી લઉં. ઝાડની ડાળી અને પાંદડાની મદદથી તેણે ઝૂંપડું બનાવ્યું. એને થયું કે, હાશ, આજની રાત આ ઝૂંપડામાં સૂવા મળશે. મારે ખુલ્લામાં સૂવું નહીં પડે. રાત પડી ત્યાં વાતાવરણ બદલાયું. અચાનક વીજળીનાં કડાકા-ભડાકા થવા લાગ્યા. ઝૂંપડીમાં સૂવા જાય એ પહેલાં જ ઝૂંપડી ઉપર વીજળી પડી. આખી ઝૂંપડી ભડભડ સળગવા લાગી. એ માણસ સળગતી ઝૂંપડી જોઇ ભાંગી પડયો. ઈશ્વરને મનોમન ભાંડવા લાગ્યો. તું ઈશ્વર નથી, રાક્ષસ છો, તને દયા જેવું કંઇ નથી. તું અત્યંત ક્રૂર છો. હતાશ થઇને માથે હાથ દઇ રડતો રડતો એ માણસ બેઠો હતો.


અચાનક જ એક બોટ ટાપુના કિનારે આવી. બોટમાંથી ઉતરીને બે માણસો તેની પાસે આવ્યા. તેણે કહ્યું, અમે તમને બચાવવા આવ્યા છીએ. તમારું સળગતું ઝૂંપડું જોઇને અમને થયું કે આ અવાવરું ટાપુ પર કોઇ ફસાયું છે. તમે ઝૂંપડું સળગાવ્યું ન હોત તો અમને ખબર જ ન પડત કે અહીં કોઇ છે!એ માણસની આંખમાંથી દડદડ આંસુ વહેવા લાગ્યા. ઈશ્વરની માફી માંગી અને કહ્યું કે મને કયાં ખબર હતી કે તેં તો મને બચાવવા માટે મારું ઝૂંપડું સળગાવ્યું હતું!કંઇક ખરાબ બને ત્યારે માણસ નાસીપાસ થઇ જાય છે. હેલન કેલરે એક સરસ વાત કરી છે કે, જયારે ઈશ્વર સુખનું એક બારણું બંધ કરી દે ત્યારે સાથોસાથ સુખના બીજા બારણાંઓ ખોલી દે છે પણ આપણે મોટાભાગે બંધ થઇ ગયેલાં સુખના બારણાં તરફ જ જોઇને બેસી રહીએ છીએ. બીજી તરફ નજર જ નાખતા હોતા નથી.


સમય અવળચંડો છે. ઘણી વખત બધું જ આપણી મુઠ્ઠીમાં હોય એવું લાગે છે, અને ઘણી વખત સાવ ખાલી હાથમાં આપણી રેખાઓ પણ આપણને પારકી લાગવા માંડે છે. સમયમાં જ સમયની વ્યાખ્યા છુપાયેલી છે.

હું એટલું શીખિ છું….

હું એટલું શીખિ છું….

….કે દુનિયાની ઉત્તમ નિશાળ એક વૃદ્ધ માણસના પગ પાસે હોય છે.

….કે પ્રેમમાં પડો એટલે આંખ અને વર્તન બંને હંમેશા એની ચાડી ખાય છે.
…..કે તમે મારો દિવસ સુધારી દીધો – એવું મને કહેનાર હકીકતમાં મારો દિવસ સુધારી દે છે.
…..કે આપણા ખોળામાં બાળક ઊંઘી જાય તે દુનિયાની સૌથી શાંત અને ઉમદા લાગણીઓની ક્ષણોમાંની થોડીક ક્ષણો હોય છે.
….કે દયાળુ અને માયાળુ બનવું તે ખરા બનવા કરતા વધારે સારું છે.
….કે બાળકની કોઈ પણ ભેટનો અસ્વીકાર ન કરવો જોઈએ.
…..કે કોઈને મદદ કરવાની શક્તિ મારામાં ન હોય ત્યારે મારે તેના માટે પ્રાર્થના જરૂર કરવી જોઈએ.
……કે આપણું પદ કે પ્રતિષ્ઠા ગમે તેટલા ગંભીર રહેવાનું શિખવાડે પણ આપણી પાસે એવા બેચાર મિત્રો તો હોવા જ જોઈએ કે જેમની સાથે ટોળાટપ્પાં કરી શકાય, ઠઠ્ઠામશ્કરી કરી શકાય.
…..કે દરેકેદરેક વ્યક્તિને જિંદગીમાં ઘણી વખત એક સહાનુભૂતિભર્યા સાથ અને લાગણીભર્યા હૃદયની જરૂર પડતી જ હોય છે, જે તેને સમજી શકે.
…..કે જિંદગી એક ગરગડી પર વીંટાળેલા દોરા જેવી છે. છેડો જેમ નજીક આવે તેમ તેમ વધારે ઝડપથી ભાગવા લાગે !
…..કે આપણને બધું જ નથી આપ્યું એ ભગવાને આપણને આપેલ ઉત્તમ વરદાન છે !
…..કે પૈસો નૈતિકતા નથી ખરીદી શકતો.
……કે રોજિંદા વ્યવહારની નાની નાની ઘટનાઓ જ જિંદગીને સાચું સ્વરૂપ આપતી હોય છે.
……કે દરેકના બખ્તરિયા કોચલા નીચે એક એવી વ્યક્તિ હોય જ છે જ પ્રેમ અને લાગણી ઝંખે છે.
…..કે આપણા ગણવાથી કે ન ગણવાથી પરિસ્થિતિ બદલાઈ નથી જતી, એટલે હકીકતનો સ્વીકાર કરતાં શીખવું.
….કે સમય કરતાં પણ પ્રેમમાં જ દરેક ઘાને રુઝવવાની શક્તિ રહેલી છે.
….કે મારો વિકાસ કરવાનો ઉત્તમ રસ્તો મારાથી વધારે પ્રતિભાશાળી લોકો વચ્ચે રહેવું એ છે.
…..કે જેને મળીએ તેને બની શકે તો એક સ્મિત તો ભેટ આપવું જ જોઈએ.
…..કે કોઈ પણ વ્યક્તિ પૂર્ણ નથી, સિવાય કે જેની સાથે તમે પ્રેમમાં પડો !
…..કે જિંદગી અતિકઠિન છે, પણ હું કાંઈ ઓછો મજબૂત તો નથી જ !
…. કે અમૂલ્ય તક ક્યારેય વ્યર્થ જતી જ નથી. આપણે જો ન ઝડપી લઈએ તો બીજુ કોઈક એ ઝડપી લેવા તૈયાર જ હોય છે.
…..કે તમે જો કટુતા-કડવાશને હૃદયમાં આશરો આપશો તો ખુશાલી બીજે રહેવા જતી રહેશે ! એમને અંદરોઅંદર જરાય બનતું નથી !
….કે બોલેલા શબ્દોને દરેક જણાને નરમ અને મીઠાશભર્યાં જ રાખવા જોઈએ, કારણ કે ન કરે નારાયણ અને કાલે કદાચ એને પોતાને જ એ પાછા ગળવાનો વારો આવે તો તકલીફ ન પડે !
….. કે સુંદર મજાનું સ્મિત એ ચહેરાની સુંદરતા વિનામૂલ્યે વધારવાનું એક અદ્દભુત ઔષધ છે.
……કે નાનકડો પૌત્ર કે પૌત્રી જ્યારે દાદા-દાદીની ઘરડી આંગળી પોતાની નાનકડી મુઠ્ઠીમાં પકડે છે ત્યારે હકીકતમાં તો એ દાદા-દાદીને જિંદગી જીવવાનો ટેકો આપે છે. એમને જિંદગી સાથે બાંધે છે.
….. કે દરેક જણને પહાડની ટોચ પર રહેવાની તમન્ના હોય છે. પણ સાચો આનંદ અને વિકાસ ત્યાં સુધી પહોંચવામાં જ હોય છે.
….. કે કોઈને શિખામણ ફક્ત બે જ સંજોગોમાં આપવી જોઈએ : એક, જો સામી વ્યક્તિએ એ માંગી હોય અને બીજું જો એના જીવનમરણનો સવાલ હોય.
….. કે અગત્યના કામ માટે સમય જેટલો ઓછો મળે તેટલું કામ વધારે ઝડપથી થઈ શકે છે.
….. કે સારા મિત્રો અદ્દભુત ખજાના જેવા હોય છે. એ લોકો તમારા ચહેરાને સ્મિતની ભેટ આપે છે, તમને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરે છે, તમારી વાતો (ઘણી વખત તો સાવ ફાલતુ વાતો) પણ ધ્યાનથી તેમજ રસથી સાંભળે છે, તમારી નિ:સ્વાર્થ પ્રશંસા કરે છે અને એમના હૃદયના દરવાજા હંમેશ હંમેશ તમારા માટે ખુલ્લા રાખે છે.

BEST FRIENDS






New relationships will always happen & new people will always come! Just because you have a significant other, or you are married, or you have just got that other special person in your life recently; it doesn’t give you the right to hurt, ignore those people in your life who were once upon a time around whom all your days, (especially the bad days) or your world revolved around.

And if that happens, then it is a very strong signal about -the real truth, honesty and more importantly the depth and the strength of your friendship- not to forget the narrow minded thinking of your friend.

Friends are meant to be “FOREVER” – Whether that significant other is also meant to be or not. It doesn’t and shouldn’t change the placing of your best friends in your life. Excuses about being busy and not having time are always there to help you to constantly live in denial to not being in touch with your friends – but can the INSIDE of YOU will always know the real truth! Can you live in denial with your conscience? How long will you continue to lie to your own self?
 
The basic perspective for me would be – if you couldn’t treat your best friends with whom you have been friends for donkeys years the way they should be, how on earth are really going to be able to justify/maintain/understand the value and importance of your relationship with your significant other? Isn’t the meaning of having that special someone also meaning that he/she is your best friend in everything?

If you were not able to treat your friends for what they were actually to you in accordance to the tall claims that you made of your friendship every now and then how are you going to treat your significant other? Some where down the line, the truth will always show!
 
Isn’t there a saying – what goes around will always come around; Or the saying which means that a person can be clearly identified and recognized for who he is based on how he treats those who serve on his table. That would be a waiter or a complete stranger; this is a “FRIEND”!

The base for any relationship is friendship. If you couldn’t place your deserving friends at an important place in your life {the place that they so rightly deserve} and bring on the new placements by erasing those who probably meant the world to you – then surely you are a person who is being rightly recognized for who you are. Your friends will see it and more than them it will be the inner you who will feel it when those people have been pushed away for good.

THE REMAIN





Distance seems to be the shine on my face
Yet the heart pounds at looking on his grace
Thinking I would give his space
But time overwrote its pace…


Realise it or not, I am growing into this old phase
For a term, it was called friendship
For a term, “A Strong Eternal friendship”
And remain was never said…


Wishes were in abundance in my heart
Thoughts were flooding his mind
Painful feelings overtook my inner plights
Yet, words were lost, disappearing from all sights


Realise it or not, He is growing into this old phase
For a term, it was called friendship
For a term, “A Strong Eternal friendship”
And remain was never said…

Eternity was sought
Still none ever came up
The light of hope faded
The sounds of life died
Yet the remain was never said….

The ART of GIVING.






Giving is considered to be a very relative aspect in terms and comparison to the synonym of “Give and Take”. However, if we see a different perspective of just giving without an underlining aspect of “Taking”, would it work? And is it really possible for people to follow that thoroughly, through out, ardently everyday. Would it still achieve or have desired impact in changing / helping people during their times of need?

Something Debatable, isn’t it? My take on this and solely a personal opinion on this topic is that it’s possible. From the time, I have realized this aspect, I have personally practiced it, and it does work – but yes, I also cannot deny that this aspect though it has worked for the benefit of lot of people, it has also worked to a partial disadvantage for me as well. I have never lost out on anything major or had any significant losses but people do tend to misunderstand or probably take you for granted. But again, the end of the story has been that it gives me that inner satisfaction of doing something that helped someone at the end of it and seeing the same satisfaction in the form of results & outcome in that person’s life.


I have experienced the joy of just being there for people, some of them have been complete strangers to me and some have been friends. Though some strangers may have turned into friends and into a very good friends; while there have been instances with some where my association with them was just for that brief period of giving them something and never seeing them ever again.
It also depends what would you signify as giving to people who need something from you and if you also unconsciously expect as little as a Thank You from them if nothing more than that. Giving could be just lending a helping hand for any tangible project or just as intangible as emotions, feelings or just being there in flesh & blood for the person in need.

Irrespective, initially when I started I did have my egos come in my way which were strong enough to make me stop being this saint of just giving and being there for people unconditionally and letting people at the end of it make out whatever they wanted of my actions. In my personal experiences and of those around me have made me feel and develop emotions for other people to make me see the other side of the coin. If you really believe from your heart and have this strong sense of this is what is right to be just a giver, you sometimes will be surprised at your own self as to how you would be able to counter your egos and keep them aside and be able to do what is actually right.
In today’s times, people really don’t think that you can be this honest to just give or help unconditionally, but they don’t realize that during that phase the real challenge turns into not what they are facing in front of them but its them itself to have such thoughts in their mind – since their focus is already shifted from the real problem to the person who is helping them.

In this practice there will also be some souls who will simply hate the fact that you have gone over board in giving them so much that they even start to hate your intentions so much so that they become prisoners in their own thoughts. Funny isn’t it? They will miss out on focusing on the strength they seem to be getting from you and will even forget what’s been troubling them.

So yes, in a lot of dimensions just giving has its ways of working for the best for a lot of people, but lets come to the point as to in all those scenarios above what does it do to the “GIVER”. Why would the giver just give and irrespective of some of the odds mentioned above still continue to and not stop? How does this change the givers life?

Personally, it has changed me and my life in a lot of ways. The fact that I believe in this and do practice it has in return given me a lot of strength to face odds in my personal life. So basically I have got a lot in return by giving itself. You cannot give till you understand and realize; what is it that the person is facing and what exactly is that the person needs? Also, if that person really needs what you think that person does need?
Tricky, but if you have just decided and made up your mind on being there and helping that person get through irrespective of the odds that you may face one may realize that it will automatically pave the way to give you, all your answers to understand the needs of the person. It will also open up avenues for you as a Giver to understand if you really have all that within you to give so much to that person all that he needs.
Everyone loves receiving and I am not an exception to this rule. I would love to receive all day long from whomever can give me what I want; however there are other joys as well which in turn can also be the giving fountain in your own personal life. In short, I have given myself something by giving others unconditionally.