Saturday, December 10, 2011

TIME (સમય)



થોમસ થેઈની જેમણે માનવહક્કો (રાઈટ્સ ઓફ મેન) નામનું પુસ્તક લખેલું તેઓ કહે છે કે માનવીના જીવનમાં એવા કપરા સમય આવે છે જે સમય માનવીના આત્માની પણ તાવણી કરે છે. આવા સમયને પચાવી જાય તે ભાયડો છે, ખરાબ સમયથી ડરી જનાર કુદરતનું સાચું સંતાન નથી. આ મહાન માણસે ૧૮૦૦ની સાલમાં ફ્રાંસને રાજાશાહીમાંથી મુક્ત કરાવેલું. સમય આવે ત્યારે આપણે સૌએ જિંદગીમાં આવેલા કપરા સમયના જુદા જુદા કડવાટ પીધા છે. ખરાબ સમય એ એક એવું ઔષધ છે જેના ઘૂંટ ભરનારો સારા સમયને આનંદથી ભોગવી શકે છે અને ખરાબ સમયને ઈશ્વર-અલ્લાની પ્રસાદી સમજે છે.



તે જો સમયની પીડાને ભોગવી લે તો સમજવું કે એ માણસ ખૂબ જ ચેતનાવાળો છે. જે માણસ જલદી જલદી મહેણાં કે કડવા બોલથી નંદવાઈ જતો નથી તે હરેક સમયનો સામનો કરી શકે છે. તેની સહનશીલતા તેના જીવંતતાની દર્શક છે. આકરા સમયની પીડાને તમારે માત્ર એક સ્પિરિચ્યુઅલ પ્રોબ્લેમ સમજવો જોઈએ. સાદા અર્થમાં બેચેની, ચિંતા, મનની વ્યથા એ બધું જ કુદરતી છે. તમે કેટલા આધ્યાત્મિક બની શકો છો તે વાતની ખરાબ સમય ચકાસણી કરે છે. તમે મનોબળ મજબૂત કરો એટલે સમયને પાર કરી ગયા.



દરેક દેશના ફિલોસોફરો માનવીને સમયને પચાવવા અંગે જુદી જુદી રીતે કહી ગયા છે :
1.આફ્રિકન કહેવત છે કે જે માણસ હંમેશાં રોદણાં રોયા કરે છે અને કહ્યા કરે છે કે મારો ‘સમય ખૂબ ખરાબ છે.’ ‘મારો સમય બહુ જ ખરાબ છે.’ પછી તેને કોઈ સાંભળતુ જ નથી.


2.જાપાનમાં કહેવત છે કે સાત સાત વખત પડી જાઓ અને પછી આઠમી વખત પડો ત્યારે ઊભા થઈ જાઓ. કારણ કે સમયે તમને ચકાસી લીધા. તમને હવે તે ‘પાડવા’ નહીં આવે. સમય તમને નમી જશે.


3.જર્મન કવિ ગેટેએ કહેલું કે ‘ફોલો યોર ડ્રીમ્સ, ગુડ ટાઈમ્સ ઓર બેડ ટાઈમ્સ.’ સારો કે નઠારો સમય આવે પણ તમારે તમારાં સપનાંને છોડવાનાં નથી. સપનાંને સાકાર કરીને જ જંપવાનું છે.


ગુડ ટાઈમ્સ-બેડ ટાઈમ્સ, યુ મસ્ટ હેવ યોર શેર ઈન લાઈફ. તમારી જિંદગીમાં ઈશ્વરે નિયત કરેલા સારા અને ખરાબ સમયને સ્વીકારી લેવો જોઈએ, હાર્ડ ટાઈમ્સ’ ઉપર કાવ્ય લખેલું. તેમાં લખેલું કે સમય તમને જે પીડા આપે છે તે પીડાને તમારો મિત્ર સમજો. તે સમયગાળાને પસાર કરી લો. માનવી સામે પીડાનો સમય આવે છે ત્યારે એ સમય તમને ખાતરી આપે છે કે ‘હે ભાઈ! હજી તું જીવંત છો! શાબાશ ઈશ્વર માને છે કે તું ખમી ખાઈશ.’ કરોડો લોકો ખોટી માન્યતાને આધારે કહે છે કે હું તો મારા ખરાબ સમયને અને ગમગીનીને શરાબની બોટલમાં ડુબાડી દઉં છું, પણ ડૉ. જેક્સન બ્રાઉન કહે છે કે ‘તમને ખોટા ભ્રમ છે.


સમય એ માનવીના જીવનમાં એક અતિ આવશ્યક રહસ્ય છે. સમયની થપ્પડો ખાધા વગર માનવીને આ બ્રહ્નાંડના નિયમો સમજાતા નથી. સમય માનવી માટે અનિવાર્ય રહસ્ય પણ છે. આપણને સૌને પળે પળે સમય અસર કરે છે. એમ છતાં સમયના રહસ્યને બહુ ઓછા પારખી શક્યા છે. જે સમયને પારખી ગયા તે જીવન જીતી ગયા છે. તમે ૨૧મી સદીની મોંઘવારીને પચાવી રહ્યા છો જ.



સમયે તક જે મલી તેને સમયસર જડપી લે,
સમય હાથ માથી ગયો તો પાછો નહી આવે,

સંધ્યાની જેમ ક્ષણમાં ઢળી જાય છે સમય
સદ્-ભાગી કોકને જ ફળી જાય છે સમય

રહેશો ના કોઈ પણ આ સમયના ગુમાનમાં,
સરતો હવાની જેમ સરી જાય છે સમય.

ક્યારેય કોઈ એકનો થઈને રહ્યો નથી
રાજા અને નવાબનો બદલાય છે સમય


થાક તો એવો લાગ્યો છે કે ખાઉં વિસામો ઘડી ભર પણ રેસમાં ઉતરેલા સમય ને ક્યાં છે ખબર કે હુંએ વિરમું પલ ભર.

સમય તમારા પર સવાર થઈ જાય એ પહેલા સમય પર સવાર થઈ જવું એ જીંદગી જીતી જવાનો કીમિયો છે.

તું ચાલ સમયની સાથે સમય તારી સાથે ચાલશે’ આ વાત પણ સાચી છે. અલબત્ત સમય એક જટિલ પરીમાણ છે અને દરેક વખતે તેની સાથે તાલ મેળવી શકાતો નથી તેમ છતાં સહુ કોઈએ પ્રયત્ન કરવો જોઈએ.



હે માનવ,ફરિયાદ ન કર તું ચાલ સમયની સાથ તો સમય ચાલશે તારી સાથ.















,

No comments:

Post a Comment